Pages

Search This Website

Wednesday, 9 June 2021

મોદી સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP 62% સુધી વધારી

મોદી સરકારની ખેડૂતોને ભેટ, ખરીફ પાક માટે MSP 62% સુધી વધારીનવી દિલ્હી: નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને લઈને છેલ્લા 6 મહિના કરતાં વધુ સમયથી દિલ્હીની બોર્ડરો પર ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. એવામાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને એક મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્ર સરકારે ખરીફ પાકો માટે MSPમાં જંગી વધારો કર્યો છે. MSP for kharif crops

કેન્દ્ર સરકારે બજેટ સત્ર 2021-22 માટે ખરીફ પાકો પર MSP વધારવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સરકારનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે MSPમાં સૌથી વધુ તલ (452 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ)માં વધારો થયો છે. આ સિવાય તુવેર અને અડદની દાળમાં પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા વધારવામાં આવ્યા છે.કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જાણકારી આપતા જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ખરીફ પાક પર 50 ટકા સુધી MSP વધારવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 7 વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક મોટા નિર્ણયો લીધા છે. આ સાથે જ ખેડૂતોની દરેક સમસ્યાના સમાધાન માટે કાયમ તત્પર રહી છે.

ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અનાજના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં 72 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ તે 1940 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. જે ગત વર્ષે 1868 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.

ખરીફ પાકની MSP વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસનું કહેવું છે કે, ખેડૂતો આ રીતે નહીં માને. ખેડૂત આંદોલન પુરુ કરવા માટે સરકારે ત્રણ કૃષિ કાયદા પરત લેવા જોઈએ. કોંગ્રેસે આ કાયદાને વિનાશકારી ગણાવતા કહ્યું કે, સરકારે પોતાની જિદ છોડવી જોઈએ અને તેને પરત લેવા જોઈએ.

No comments:

Post a Comment